અજમાવી જુઓ
* પેટમાં દુખાવાથી રાહત પામવા શેકેલી વરિયાળી ફાકવી.
* ઉધરસ સાથે કફ નીકળતો હોય તો મધમાં હળદર ભેળવી ચાટવું અથવા આદુને બાળીને ખાવું.
* મુખમાંની દુર્ગંધ દૂર કરવા મીઠાના પાણીના કોગળા દિવસમાં બે ત્રણ વખત કરવા.
* પાણીમાં સરકો ભેળવી કાચના વાસણ સાફ કરવાથી ચકચકિત થઈ જશે.
* બદામને પાણીમાં ઉકાળી તેની છાલ કાઢવાથી સરળતાથી નીકળશે.
* ગુલાબના છોડમાં કાજૂના ફોતરા નાખવાથી ઉત્તમ ખાતરનું કાર્ય કરશે.
* અરૃચિથી છૂટકારો પામવા એલચી મરીનો ભુક્કો ઘી, સાકર ભેળવી ખાવું.
* આદુના રસમા થોડું મધ અને મીઠું ભેળવી ચાટવાથી ઉધરસમાં રાહત થાય છે.
* દિવસનું એક જ ફળ ખાવું અને પુષ્કળ પાણી પીવાથી આંતરડા સ્વચ્છ થશે તથા ચરબી ઘટાડી શકાશે.
* કપૂરને મખમલના કપડામાં બાંધી રૃમના ખૂણામાં રાખવાથી જીવજંતુથી છૂટકારો મેળવી શકાશે.
* લીમડાના પાનને લીલાંછમ તથા તાજા રાખવા તેના પર લીંબુનો રસ રેડી બરાબર ભેળવી પ્લાસ્ટિકની થેલીમાં મૂકી રેફ્રિજરેટરમાં રાખવું.
* હેડકીથી છૂટકારો પામવા સાકરનો ટુકડો મુખમાં રાખવો. ખડાસાકર ન હોય તો ઝીણી સાકર પણ ચાલે.
* લસણને વાટી તેલમાં ભેળવી માલિશ કરવાથી વા ની તકલીફમાં રાહત થાય છે.
* તુલસીના પાનનો રસ તથા સાકર પાણી ભેળવી પીવાથી લૂ લાગતી નથી

FunnyTube.in