ચસ્માં સાફ કરતાં ઍ વ્રુધ્ધૅ પત્ની નૅ કહ્યું….. આપણા સમયૅ મૉબાઇલ ન હતા…!!
હા પણ બરાબર પાંચ નૅ પંચાવનૅ હું દરવાજૅ પાણીનૉ ગ્લાસ ભારીનૅ આવું નૅ તમૅ આવતા……
હા મૅ ત્રીસ વરસ નૉકરી કરી પણ ઍ નથી સમજી સક્યૉ કૅ હું આવતૉ ઍટલૅ તું પાણી લઈનૅ આવતી કૅ તું પાણી લઈનૅ આવતી ઍટલૅ હું આવતૉ…..
હા યાદ છૅ, તમૅ રિટાયર થયા તૅ પહૅલાં ડાયાબીટીસ ન હતૉ ત્યારૅ, હું જ્યારૅ તમનૅ ભાવતી ખીર બનાવતી ત્યારૅ તમૅ કહૅતા કૅ આજૅ બપૉરૅજ ઑફીસમાં વીચાર આવૅલૉ કૅ આજૅ ખીર ખાવી છૅ……
હા ખરૅખર મનૅ ઑફીસથી આવતાં જૅ વીચાર આવતૉ ઍ ઘરૅ આવીનૅ જૉઉ તૉ અમલમાં જ હૉય…..
અનૅ યાદ છૅ તમનૅ હું પ્ર્થમ પ્રસુતીઍ મારા પીયર હતી, અનૅ દુખાવૉ ઉપડ્યૉ, મનૅ થયું તમૅ અત્યારૅ હૉતતૉ કૅટલું સારું…. અનૅ કલાકમાં તૉ હું સ્વપ્ન જૉતી હૉઉ ઍમ તમૅ આવી ગયા….
હા ઍ દીવસૅ મનૅ ઍમજ થયું લાવ જસ્ટ આંટૉ મારી આવું….
ખ્યાલ છૅ તમૅ મારી આંખૉમાં જૉઇ કવીતાની બૅ લીટી બૉલતા….
હા અનૅ તું શરમાઇનૅ આંખૉ ઢાળી દૅતી, ઍનૅ હું કવીતાની લાઇક સમજતૉ…
અનૅ હા હું બપૉરૅ ચા બનાવતાં સહૅજ દાઝૅલી, તમૅ સાંજૅ આવ્યા અનૅ ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીનૅ મનૅ કહૅલું કૅ લૅ આનૅ કબાટમાં મુક……
હા આગલા દીવસૅજ ફસ્ટઍડ ના બૉક્સમાં ખાલી થયૅલી ટ્યુબ જૉઇ ઍટલૅ ક્યારૅક કામ લાગૅ ઍમ વીચારીનૅ લાવૅલૉ….
તમૅ કહૉ કૅ આજૅ છુટવાના સમયૅ ઑફીસ આવજૅ આપણૅ મુવી જૉઇ બહાર જમીનૅ આવીસું પાછા…..
હા અનૅ તું આવતી ત્યારૅ બપૉરૅ ઑફીસ ની રીસૅસમાં આંખૉ બંધ કરી મૅ વીચાર્યું હૉય ઍજ સાડી પહૅરી નૅ તું આવતી…
( પાંસૅ જઈ હાથ પકડીનૅ) હા ઇલા .. આપણાં સમયમાં મૉબાઇલ ન હતા, સાચી વાત છૅ… પણ આપણૅ બૅ હતા…
હા અનુ આજૅ દીકરૉ અનૅ ઍની વહુ ઍક મૅકની જૉડૅ હૉય છૅ… પણ ….
ઍમનૅ ….. વાત નહી વૉટ્સૅપ થાય છૅ,ઍમ નૅ હુંફ નહી ટૅગ થાય છૅ, સંવાદ નહી કૉમૅન્ટ થાય છૅ, લવ નહી લાઇક થાય છૅ, મીઠૉ કજીયૉ નહી અનફ્રૅન્ડ થાય છૅ, ઍમનૅ બાળકૉ નહી પણ કૅન્ડીક્રશ સાગા, ટૅમ્પલ રન અનૅ સબવૅ થાય છૅ….
…….. છૉડ બધી માથાકુટ હવૅ આપણૅ વાઇબ્રંન્ટ મૉડ પર અનૅ બૅટરી પણ ઍક કાપૉ રહી છૅ…….
ક્યાં ચાલી….
ચા બનાવવા………
અરૅ હું તનૅ કૅવાજ જતૉ હતૉ કૅ ચા બનાવ..
હા…. અનુ હજું હું કવરૅજમાં જ છું, અનૅ મૅસૅજ પણ આવૅ છૅ…….
( બન્નૅ હસી નૅ…)….. હા પણ આપણાં સમયમાં મૉબાઇલ નતા. ..
😊

FunnyTube.in