અમદાવાદી ને મળ્યો …. અમદાવાદી

હમણા અમદાવાદ મારા મિત્રને ત્યાં ગ્યોતો.

મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.
હોટલમાં બે વિભાગ હતા (૧) એ.સી વાળો અને (૨) નોન એ.સી વાળો વિભાગ

મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?

મે કિધુ એ.સી વાળા વિભાગમાં જ જવાયને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ , (૧) મિઠાઈનો અને (૨) ફરસાણનો
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?

મે કિધુ ફરસાણ તો દરોજ ખાતા હોય, તો મિઠાઈ વાળા વિભાગમાં જ જવાય ને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ, (૧) શુધ્ધ ઘી અને (૨) વનસ્પતિ ઘી
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?
મે કિધુ ઈ તો શુધ્ધ ઘી ના વિભાગમાં જ જવાય ને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ (૧) ઉધાર અને (૨) રોકડા
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?

મે કિધુ ઉધારમાં જ જવાય ને !

દરવાજો ખોલી અંદર ગ્યા ,તો સીધા હોટલની બારે…
ત્યારે બારે મોટુ બોર્ડ માર્યુ’તુ “મહેરબાની કરીને બીજીવાર આવવુ નહી”

TopJokes.in