દોસ્ત એટલે ……………..
તલાળા ની કેસર કેરી ની મધ મીઠી ચીર……….
શિવલિંગ પર ટીપે ટીપે સતત વહેતો દૂધ નો અભિષેક ………

દોસ્ત એટલે
હિમાલયની ગોદમાં થી ખાબકતી ગંગા
નો ઘસમસતો પ્રવાહ અને હળવેથી સાગરને
આલિંગન આપતી યમુનાનો પ્રવાહ પણ……..
ધોધમાર અષાઢી વરસાદ માં માથે
ઓઢાઈ જતી રંગીન છત્રી ….અને
માગશરની કડકડતી ટાઢ માં હૂંફાળું આલિંગન …..

દોસ્ત એટલે ,,,
પોતાના વધારે માર્ક્સ આવ્યા હોય
છતાં દોસ્ત નાં ઓછા આવ્યા હોવાથી
દુઃખ માં મુરઝાઈ જતો ચહેરો ……………
જેની સાથે જલસા પણ કરી શકાય અને જખમ
પણ પંપાળી શકાય એ જ દોસ્ત
છેવટે ,,

દોસ્ત એટલે બીજું કંઇ નહીં
પણ
એક મીઠો લાગતો માણસ…!!!!

બીલકૂલ મારા જેવો …. ☺☺

FunnyTube.in