હથોડીએ🔨
ચાવીને કહ્યુ,
” યાર મને એ જવાબ આપ કે
આપણા બંનેમાંથી વધુ શક્તિશાળી💪 અને મોટું
કોણ છે?”

ચાવીએ🔑 તો તુંરત જ જવાબ આપ્યો,

” આપ જ મારા કરતા મોટા અને શક્તિશાળી છો.હું તો સાવ નાનકડી છું અને મારામાં લોખંડ પણ બહુ ઓછુ વપરાયુ છે.”

હથોડીએ🔨 કહ્યુ,
” હું તારા કરતા મોટી અને
શક્તિશાળી હોવા છતાય તું જેટલી સરળતાથી તાળા🔓ને ખોલી શકે છે
એટલી સરળતાથી હું કેમ તાળુ🔒
ખોલી શકતી નથી ?
હું તો કેટલી વાર
સુધી મહેનત😰 કરું ત્યારે માંડ તાળુ 🔓તુટે અને ઘણીવાર
તો ગમે એટલી મહેનત😥 પછી પણ તુટતુ
🔒નથી.”

ચાવીએ🔑 હથોડીની🔨 સામે સ્મિત😇 આપીને
કહ્યુ,
” દોસ્ત, તું તાળાને ઉપરના🎃 ભાગે મારે છે અને
હું તાળાની અંદર🔏 જઇને પ્રેમથી એના હદય💘પર
મારો હાથ ફેરવું છું એટલે એ ખટાક 🔓દઇને બહુ
સરળતાથી ખુલી જાય છે.”

લોકોને ખોલવા હોય
તો બહારના પ્રયાસો કરવાથી ન ખુલે એ માટે
એની અંદર જઇને(એને પુરી રીતે સમજીને)
એના હદય💞ને પ્રેમથી સ્પર્શવામાં આવે તો ગમે
તેવા માણસનું હદય પણ તાળાની🔓 જેમ
સરળતાથી ખુલી જાય છે

FunnyTube.in