💙💕
અઢી અક્ષરનો પ્રેમ
બત્રીસ કોઠે દીવા પ્રગટાવે…
પણ અઢી અક્ષરનો વ્હેમ
સૂરજને પણ ઠારી નાખે..🍂
💙💕

છાંયડાની ખોજમાં
આ જિંદગી કાઢી નાખી..
રોજ નમતી ડાળને
કારણ વિના વાઢી નાખી..!🍂

કોઈની લાગણી કે આત્મા દુભાવતા પહેલા
એક વાત યાદ રાખજો,
કરેલા કર્મોના ફળ
ભોગવ્યા વગર ભગવાન પણ જીવ નથી લેતા !!
💙💕

રૂપથી અંજાયો નથી,
સ્નેહ થી ભીંજાયો છું…
તું ક્હે પીછો છોડ,
કેમ કહું પડછાયો છું..🍂

પથ્થરો  પોલા  હશે
કોને  ખબર ..??
લોકો  પણ  કેવા  હશે
કોને  ખબર ..?
મૃત્યુ  સત્ય  બની  આવી  જશે
લોકો તો  રડશે ..
પણ  આંસુ  કોના સાચા  હશે  કોને  ખબર.🙏

જીવાડે પ્રેમ થી એવું ક્યાં
કોઈ મળે છે બેફામ
મતલબ હોય તો લોકો
મરવા પણ નથી દેતા
– બેફામ
💚💕

નકી એના ચણતર માં
આંશુ રેડાયા હશે ….

બાકી હરખ નું મકાન
આટલું પાકું નાં હોય …🍂
💜💕

કડવી ગોળીને
ગળવાની હોય
ચગળવાની ન હોય,
વેદનાને તો
વીસરવાની હોય
વાગોળવાની ન હોય..!🍂
💜💕

કહી દો મોતને કે
ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી
જિંદગી જીવી રહ્યો છું…🍂
💙💕

શબ્દોના તીર ચાલતા હોઈ
અને તે લાગી જાય તો સમજવું અભિમાન ની હાજરી છે…🍂

” પાસબુક અને શ્વાસબુક –
બંને ખાલી થાય ત્યારે
ભરવી પડે છે.
પાસબુકને બેલેન્સથી
અને શ્વાસબુકને સત્કર્મોથી..

TopJokes.in