એક   બાજી   જીતવા     બાજી     ઘણી  હારી  ગયો

ના મળે કિસ્મત  વગર  એ વાત હું  માની  ગયો

હાથતાળી   દઇ  જતી  એ     લાલની    રાની   મને

સર વગર બે  બાદ’શા નો દાવ પણ  ખાલી ગયો

બંધ  બાજી  પર   હતો   વિશ્વાસ    મારો   આંધળો

એક     પત્તુ   જોઇ    મોટી   ચાલ  એ   ચાલી  ગયો

ચાલ   મોટી   ચાલવામા   જીત  પણ  એની  થતી

સાવ   ખોટી  ચાલ  પર   મેદાન  એ  મારી  ગયો

તું  ભલે   બેઠક  બદલ    તકદીર ક્યાં બદલાય છે?

જીતવા    લક્ષ્મી  ગયો   ને  જીદંગી    હારી  ગયો…

TopJokes.in