🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
એક નમ્ર અપીલ……
” એ કાપ્યો છે” “લપેટ” નું પોસ્ટ મોર્ટમ કરીયે…

દરેક ઉતરાયણની જેમ આ ઉતરાયણ પણ કાપ્યો છે ની ચિચિયારીઓથી ભરાઈ જશે. આપણી અગાશી જયારે ઉત્સવ માનવતી હોય ત્યારે શું શું થતું હોય છે… ખબર છે?

આકાશમાં ઊડતી ગભરૂ અને ભોળી એક કબૂતરીની પાંખ કપાઈ જાય છે, એ મરણતોલ સ્થિતિમાં નીચે પટકાય છે, ત્યારે કોઈ કૂતરો, કોઈ બિલાડી કે કોઈ સમડીના ધ્યાને આવ્યા વગર રહેતું નથી. આપના પતંગના માંજા એ માત્ર એક પાંખને નહિ એક પરિવારને કાપી નાખ્યો હોય છે. “માં” ની અને દાણાની રાહ જોઈ બેસેલા બચ્ચાંઓને કોણ સાચવશે ?!? 😢😢😢 હાથમાં પાકો દોરો કે માંજો પકડાતા પહેલા એ હજારો લાખો નિર્દોષ અબોલ જીવોનો વિચાર જરૂર કરજો..🙏
પૂરપાટ વેગે બાઇક દોડી જતું હોય ને અચાનક ચિચ્યારીનો અવાજ સાંભળવા મળે. એક નહિ દેખાતી વસ્તુ ગળામાં આવશે અને માત્ર ૨૦ જ સેકન્ડમાં ગળું કપાઈ ગયેલું હશે. માથા વગરના શરીર સાથે બાઇક ક્યાંક પડ્યું હશે. ઘરડા મા-બાપની લાકડી તુટી જશે. એક કોડભરી નાની કન્યા વિધવા થશે. બે સંતાનો અનાથ થશે. હવે તમે સમજી શક્યા હશો “કાપ્યો છે કાપ્યો છે.”..😢😢😢

ખૂણેખાંચરે પડેલા ગુલાબી દોરીનો દડો ચાવતી ગાયના મોઢામાંથી લોહીની ધાર વહેવા લાગશે. અને ગાય અંતિમ શ્વાસ લેશે.🙏સમજી શકાય ” કાપ્યો છે કાપ્યો છે. 😢😢😢 ચાલો આ વખતે થોડા સૂચનોને ધ્યાને રાખી વીતેલી ઉતરાયણના કાપકૂપનું આ ઉતરાયણે પ્રાયશ્ચિત કરીયે. કોઈ ઘવાયેલા પંખીઓની સેવા કરીએ.🙏
જો સાચે જ જીવદયા કે અનુકંપા થતી હોય તો આટલી સાવચેતી તો અવશ્ય રાખી શકીયે. જેવી કે….

1. આ પોસ્ટને બને તેટલા ગ્રુપ અથવા વ્યક્તિ સુધી વહેલમાં વહેલી તકે મળે તેવી વ્યવસ્થા કરીયે અને જીવદયાના આ કાર્યની અનુમોદના કરીએ.
2. ઉતરાયણની તૈયારી શરૂ કરતા પહેલા પોતાના શહેર અથવા વિસ્તારનો બર્ડ હેલ્પ લાઈન નંબર મેળવી લઈએ.
3. ઉતરાયણ નિમિતે શક્ય હોય તો પોતાના હાથે જીવદયા કરીએ.
4. ઝાડ પાન કે કોઈ પણ વાયર ઉપર માંજો દેખાય તો એને એકઠો કરીએ જેનાથી પશુ કે પક્ષી તેમાં ફસાય નહિ.🙏👏🙏

TopJokes.in