​📸 *બાળપણ*નુ મારૂ *ફળિયુ* ખોવાયુ

                 અને

રમતો *હુ* એ મારુ *આંગણુ* ખોવાયુ
નથી છીપાતી તરસ *ફ્રીજ*ના પાણીથી 

                   કેમકે

રસોડામાં રમતું એ *પાણીયારુ* ખોવાયુ
નથીરે આવતુ લુંછવા *આંસુ* આજ કોઈ 

                     અને

મારી *”મા”* લૂંછતી એ આજ *ઓઢણુ* ખોવાયુ
થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે 

                   જયારે

કિલોમીટર દોડાવતુ એ મારુ *પૈડુ* ખોવાયુ
બત્રીસ ભાતના *ભોજન* કયા ભાવે છે હવે 

                     ત્યારે

*ગોળ ઘીનુ* મારી *મા-બેની*નુ એ *ચુરમુ* ખોવાયુ
મારવા પડે છે દરેક દ્વારે *ટકોરા* હવે 

                   કેમ કે

સીધો જાતો એ ખુલ્લુ હવે *બારણું* ખોવાયુ
નથી ભૂંસી શકતો હવે લખેલુ આ *કાગળ*નુ 

                      અને

ત્યાં તો *દફ્તર*ની એ મારી *પેનને પાટીયું* ખોવાયુ
હજારો દોસ્તો છે  *ફેસબુક* અને *વોટસએપ*મા 
                     પણ
*લંગોટીયા યાર* સાથેનુ મારું આખે આખું *ગામડું* ખોવાયુ

TopJokes.in