અગત્યનો સંદેશ:
નાની ભૂલનું વિકરાળ પરીણામ.

એક બહેન રસોડામાં ગેસ પર રસોઈ બનાવતા હતા, તે દરમિયાન બહેનની નજર બાજુની સીંકમાં એક વંદા(કોકરોચ) પર પડી, આદત મુજબ બહેને જંતુનાશક સ્પ્રેની બોટલ લઈને કોકરોચ પર સ્પ્રે કર્યો. જેવો સ્પ્રે કર્યો ત્યાં તો ભયંકર આગ ફેલાઈ ગઈ, બહેન લગભગ 65% દાઝી ગયાં,બહેનની રાડ સાંભળી તેના પતિ પણ તરત જ દોડી આવ્યા, બહેનને બચાવવાનો પ્રયત્ન કરવામાં તે પણ દાઝી ગયા. બંને માણસને તાત્કાલીક દવાખાને લઈ ગયા. બર્નિગ વોર્ડમાં સારવાર લઈ રહેલા ભાઇને ખબર પણ કયાં હતી કે, તેના પત્ની દવાખાને પહોંચ્યા તે પહેલા જ મૃત્યુ પામ્યા છે.

આ ઘટનાથી સમજવાનું એ છે કે, બધા જ પ્રકારના સ્પ્રે, ચાહે તે જંતુનાશક “હિટ” હોય કે “મોરટીન ” હોય કે પછી લગ્ન વખતે યુવાનીયા દ્વારા ઉડાવાતા સ્પ્રે હોય દરેકમાં ભયાનક જ્વનીલશીલ દ્રવ્યો ભરેલા હોય છે, આવા સ્પ્રે ક્યાંક એક ચિનગારીનો તણખો મળે તો તે તરત જ હવામાંના ઓક્સિજન સાથે મળીને ભડકો કરી શકે છે,

આવા સ્પ્રે બાબતે સજાગ રહેવું તેમજ પરિવારના દરેક સભ્યને માહિતગાર કરીને સજાગ રાખવા બહુ જ જરૃરી છે.

FunnyTube.in