કિંમત બિલકુલ સસ્તી થઇ ગઈ
નોટુમાંથી પસ્તી થઇ ગઈ

પાંચ મિનિટ પીએમ શું બોલ્યા
પબ્લિક સાથે મસ્તી થઇ ગઈ

ડાધીયા કુતરા મ્યાંઉ કરે ને
બિલ્લી સઘળી ભસ્તી થઇ ગઈ

દોલત શોહરત લઈ લીધી ને
વગર વરસાદે કસતી થઇ ગઈ

સો નું બંડલ જેની પાસે
આજ એ મોટી હસ્તી થઇ ગઈ

જેણે જાજા ભેગા કર્યા
અક્કલ એની ખસતી ગઈ

હસ્તી જે મોટી કહેવાતી
આજ એ ટાંટિયા ઘસતી થઇ ગઈ.

TopJokes.in