*આજે વિશ્વ દિકરી દિવસ*

*દિકરી* એટલે દિકરી
બળતી બપ્પોરે ટાઢા પાણીની છાલક ને સાંજ ઢળ્યે રાહ જોતી ઓસરી

*દિકરી* પતંગિયાની સાથે પકડદાવ – રંગના ખાબોચિયામાં ભૂસકો… ‘ધબાક’
કાંજી કરેલા વળી ઈસ્તરી કરેલા મારા જીવને ધકેલે વરસાદમાં…છપાક
ચહેરા વિનાના બધા પડછાયા વચ્ચે મને ફરી મળી વારતાની સોનપરી
*દિકરી એટલે દિકરી*

દસ બાય દસની ઓરડી મહેલ બને વચ્ચે મૂકો જો એક ઢીંગલી
વાદળની પારનું ને સૂરજની પારનું દીસે, કરે એ જ્યારે હાઉકલી
ઝાંખી ઝાંખી આંખોનું મેઘધનુષ – દિકરી મઘમઘતા ફૂલોની ટોકરી
*દીકરી એટલે દીકરી*

■ વિશ્ર્વ ડોટર્સ ડે ની ખુબ ખુબ શુભકામના

“મોગરાની મહેક,
ગુલાબની ભવ્યતા,
અને
પારિજાતની દિવ્યતા
એક ઝાકાળબિંદુમાં એકઠી થાય
ત્યારે
પરિવારને દિકરી પ્રાપ્ત થાય.”

FunnyTube.in