*બાળપણ*નુ મારૂ *ફળિયુ* ખોવાયુ
અને
રમતો *હુ* એ મારુ *આંગણુ* ખોવાયુ

નથી છીપાતી તરસ *ફ્રીજ*ના પાણીથી
કેમકે
રસોડામાં રમતું એ *પાણીયારુ* ખોવાયુ

નથીરે આવતુ લુંછવા *આંસુ* આજ કોઈ
અને
મારી *”મા”* લૂંછતી એ આજ *ઓઢણુ* ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ *પૈડુ* ખોવાયુ

બત્રીસ ભાતના *ભોજન* કયા ભાવે છે હવે
ત્યારે
*ગોળ ઘીનુ* મારી *મા-બેની*નુ એ *ચુરમુ* ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે *ટકોરા* હવે
કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે *બારણું* ખોવાયુ

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ *કાગળ*નુ
અને
ત્યાં તો *દફ્તર*ની એ મારી *પેનને પાટીયું* ખોવાયુ

હજારો દોસ્તો છે *ફેસબુક* અને *વોટસએપ*મા
પણ

*લંગોટીયા યાર* સાથેનુ મારું આખે આખું *ગામ* ખોવાયુ😌😌😌😌😌😌

TopJokes.in