Play It Now

અજમાવી જુઓ પેટમાં દુખાવાથી રાહત પામવા શેકેલી વરિયાળી ફાકવી. ઉધરસ સાથે કફ નીકળતો હોય તો મધમાં હળદર ભેળવી ચાટવું અથવા આદુને બાળીને ખાવું. મુખમાંની દુર્ગંધ દૂર કરવા મીઠાના પાણીના કોગળા દિવસમાં બે ત્રણ વખત કરવા. પાણીમાં સરકો ભેળવી કાચના વાસણ સાફ કરવાથી ચકચકિત થઈ જશે. બદામને પાણીમાં ઉકાળી તેની છાલ કાઢવાથી સરળતાથી નીકળશે. ગુલાબના છોડમાં કાજૂના ફોતરા નાખવાથી ઉત્તમ ખાતરનું કાર્ય કરશે. અરૃચિથી છૂટકારો પામવા એલચી મરીનો ભુક્કો ઘી, સાકર ભેળવી ખાવું. આદુના રસમા થોડું મધ અને મીઠું ભેળવી ચાટવાથી ઉધરસમાં રાહત થાય છે. દિવસનું એક જ ફળ ખાવું અને પુષ્કળ પાણી પીવાથી આંતરડા સ્વચ્છ થશે તથા ચરબી ઘટાડી શકાશે. કપૂરને મખમલના કપડામાં બાંધી રૃમના ખૂણામાં રાખવાથી જીવજંતુથી છૂટકારો મેળવી શકાશે. લીમડાના પાનને લીલાંછમ તથા તાજા રાખવા તેના પર લીંબુનો રસ રેડી બરાબર ભેળવી પ્લાસ્ટિકની થેલીમાં મૂકી રેફ્રિજરેટરમાં રાખવું. હેડકીથી છૂટકારો પામવા સાકરનો ટુકડો મુખમાં રાખવો. ખડાસાકર ન હોય તો ઝીણી સાકર પણ ચાલે. લસણને વાટી તેલમાં ભેળવી માલિશ કરવાથી વા ની તકલીફમાં રાહત થાય છે. તુલસીના પાનનો રસ તથા સાકર પાણી ભેળવી પીવાથી લૂ લાગતી નથી
TopJokes.in