જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી “ જેકસન બ્રાઉન ” ની કલમે લખાયેલી વાતો
૦૧. “ કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
૦૨. શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
૦૩. કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
૦૪. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
૦૫. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
૦૬. કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
૦૭. મહેણું ક્યારેય ન મારો.
૦૮. એક વિદેશી ભાષા શીખી લેવી સારી.
૦૯. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં , શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા
હોય.
૧૦. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે , ઉધારી કરવા માટે નહીં.
૧૧. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
૧૨. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
૧૩. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.
૧૪. દરેક વ્યકિતને બીજી તક આપો , ત્રીજી નહીં.
૧૫. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.
૧૬. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
૧૭. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
૧૮. જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
૧૯. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
૨૦. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.
૨૧. ગોસિપ , નિંદા , જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
૨૨. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
૨૩. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.
૨૪. પત્તા રમીને સમય વેડફો નહીં.
૨૫. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
૨૬. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
૨૭. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
૨૮. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.
૨૯. મા-બાપ , પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
૩૦. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
૩૧. શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
૩૨. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
૩૩. બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
૩૪. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો
1. I am the BEST
2. I can do it
3. GOD is always with me
4. I am a WINNER
5. Today is my DAY.
૩૫. ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
૩૬. તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
૩૭. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં , મોટી તક એમાં જ હોઇ શકે છે.
૩૮. ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
૩૯. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
૪૦. બચત કરવાની શિસ્ત પાળો.
૪૧. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.
૪૨. ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો . યાદ રાખો કે
દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
૪૩. સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
૪૪. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
૪૫. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
૪૬. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો.
૪૭. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.
૪૮. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.
૪૯. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.
૫૦. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.
૫૧. ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.
૫૨. મત તો આપવો જ.
૫૩. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ.(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).
૫૪. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.
૫૫. પાણી ને ખુબજ કરકસરથી વાપરો. પાણી અમૂલ્ય છે.
TopJokes.in